નિર્ણય@અરવલ્લીઃ એકસાથે 94 પોલીસકર્મીઓની આંતરિક બદલી, અનેકના સ્થળ બદલાયાં

અટલ સમાચાર, મહેસાણા અરવલ્લી જિલ્લામાં એક સાથે 94 પોલીસકર્મીઓની બદલીથી ફફડાટ વ્યાપી ગયો છે. એસપી સંજય ખરાતે 94 પોલીસકર્મીઓની બદલીનો હુકમ કર્યો છે. શામળાજી, માલપુર, ભિલોડા સહિત પોલીસ મથકોના અનેક કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જોકે, એસપી સંજય ખરાતે કામગીરીના ભાગરૂપે બદલી કરાઈ હોવાનું જણાવ્યું હતું. અરવલ્લી જીલ્લાના પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં
 
નિર્ણય@અરવલ્લીઃ એકસાથે 94 પોલીસકર્મીઓની આંતરિક બદલી, અનેકના સ્થળ બદલાયાં

અટલ સમાચાર, મહેસાણા

અરવલ્લી જિલ્લામાં એક સાથે 94 પોલીસકર્મીઓની બદલીથી ફફડાટ વ્યાપી ગયો છે. એસપી સંજય ખરાતે 94 પોલીસકર્મીઓની બદલીનો હુકમ કર્યો છે. શામળાજી, માલપુર, ભિલોડા સહિત પોલીસ મથકોના અનેક કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જોકે, એસપી સંજય ખરાતે કામગીરીના ભાગરૂપે બદલી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

નિર્ણય@અરવલ્લીઃ એકસાથે 94 પોલીસકર્મીઓની આંતરિક બદલી, અનેકના સ્થળ બદલાયાં

અરવલ્લી જીલ્લાના પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતાં કેટલાક પોલીસકર્મીઓની શંકાસ્પદ કામગીરી હોવાની માહિતી એસપી સંજય ખરાતના કાને પડી હતી. થોડા દિવસ અગાઉ શામળાજીના બે અને અન્ય એક પોલીસ કર્મીની બદલી કરાયા બાદ બુધવારે એકસાથે 94 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતાં જીલ્લાના પોલીસબેડામાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવ્લીજીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુધવારે એ.એસ.આઇ.હેડ કેન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 94 જેટલા પોલીસકર્મીઓની શહેર ઉપરાંત જીલ્લામાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ.