ચિમકી@ડીસા: કોઇપણ સંજોગોમાં જીવતા પશુઓની નિકાસ બંધ કરાવે રાજ્ય સરકાર

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત હાઇકોર્ટે જીવતા પશુઓની નિકાસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેતાં જીવદયાપ્રેમીઓ દોડધામમાં લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરે તે માટે દબાણ લાવવા ડીસા ખાતે મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના તુણા બંદરેથી મોટી સંખ્યામાં જીવતા પશુઓની નિકાસ કરવામાં
 
ચિમકી@ડીસા: કોઇપણ સંજોગોમાં જીવતા પશુઓની નિકાસ બંધ કરાવે રાજ્ય સરકાર

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત હાઇકોર્ટે જીવતા પશુઓની નિકાસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેતાં જીવદયાપ્રેમીઓ દોડધામમાં લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ અને  ગૌશાળા સંસ્થાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરે તે માટે દબાણ લાવવા ડીસા ખાતે મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના તુણા બંદરેથી મોટી સંખ્યામાં જીવતા પશુઓની નિકાસ કરવામાં આવે છે. જે રોકવા અગાઉ રજૂઆત કર્યા બાદ હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. જોકે ગણતરીના દિવસો પહેલા સ્ટે ઓર્ડર ઉઠાવતાં ફરીથી નિકાસ શરૂ થઈ ગઈ છે. આથી બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ડીસા ખાતે બેઠકમાં જીવદયાપ્રેમીઓ દ્વારા આક્રમક વલણ બતાવ્યું છે.

આગામી ટૂંક સમયમાં કલેક્ટર મારફત રાજ્ય સરકારને આવેદનપત્ર રજૂ કરવામાં આવશે. જેમાં જીવતા પશુઓની નિકાસ રોકવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય તે માટે દબાણ કરવામાં આવશે. જો તેમ છતાં રોક નહિ આવે તો રોડ ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરવાનું નક્કી કર્યું છે.

કેન્દ્રમાં ભાજપ આવ્યા બાદ નિકાસ 600 ગણી વધી

આ અંગે ડીસા રાજપુર ડીસા પાંજરાપોળના ભરતભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપના શાસન બાદ જીવતા પશુઓની નિકાસ 600 ગણી વધી ગઈ છે. આ સાથે હાલના નિકાસના કાયદાનું પાલન રાજ્ય સરકાર કરાવતી નથી. સરેરાશ 40થી વધુ સંખ્યામાં નિકાસ નહિ કરવાની જોગવાઈ છતાં બેરોકટોક ચાલુ છે.