નિર્ણય@બેચરાજી: કોરોના સંક્રમણ અટકાવવા આવતીકાલે ચૈત્રીપૂનમે મંદીર સંપૂર્ણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા બેચરાજી સહિત મહેસાણા જીલ્લામાં વધતાં જતાં કોરોના કેસો વચ્ચે હવે ચૈત્રી પૂનમને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રાધામ બેચરાજીમાં ચૈત્રી પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોઇ બહુચરાજી ગ્રામ પંચાયતે બહુચરાજીને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથ આ નિર્ણય બાદ હવે આવતીકાલે બહુચરાજી મંદિર તરફ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે નહી.
 
નિર્ણય@બેચરાજી: કોરોના સંક્રમણ અટકાવવા આવતીકાલે ચૈત્રીપૂનમે મંદીર સંપૂર્ણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

બેચરાજી સહિત મહેસાણા જીલ્લામાં વધતાં જતાં કોરોના કેસો વચ્ચે હવે ચૈત્રી પૂનમને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રાધામ બેચરાજીમાં ચૈત્રી પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોઇ બહુચરાજી ગ્રામ પંચાયતે બહુચરાજીને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથ આ નિર્ણય બાદ હવે આવતીકાલે બહુચરાજી મંદિર તરફ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે નહી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી મંદીરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે મંગળવારનાં રોજ ચૈત્રી પુનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માં બહુચરાના દર્શન કરવા ઉમટી પડતાં હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાને લઇ સંક્રમણ રોકવા ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય કર્યો છે. બહુચરાજી ગ્રામ પંચાયતે યાત્રાધામ બહુચરાજીને આવતી કાલે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.