નિર્ણય@બેચરાજી: કોરોના ઇફેક્ટ, બસસ્ટેશનમાં શાકભાજી અને ફળો વેચી શકાશે

અટલ સમાચાર, બેચરાજી કોરોના વાયરસ ને લઇ ગુજરાતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જોકે બેચરાજી ના 50 થી વધુ ગામોનું વેપારી મથક હાલની સ્થિતિમાં કરિયાણું,શાકભાજી વગેરેની ખરીદી માટે સવારે લોકોની ભારે ભીડ થાય છે. આવી ભીડ ન થાય તે માટે આવશ્યક ચીજવસ્તુઓના તમામ વેપારીઓ સવારે 8 થી 11વાગ્યા સુધી દુકાન કે લારી ચાલુ રાખવાનો નિર્ણય
 
નિર્ણય@બેચરાજી: કોરોના ઇફેક્ટ, બસસ્ટેશનમાં શાકભાજી અને ફળો વેચી શકાશે

અટલ સમાચાર, બેચરાજી

કોરોના વાયરસ ને લઇ ગુજરાતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જોકે બેચરાજી ના 50 થી વધુ ગામોનું વેપારી મથક હાલની સ્થિતિમાં કરિયાણું,શાકભાજી વગેરેની ખરીદી માટે સવારે લોકોની ભારે ભીડ થાય છે. આવી ભીડ ન થાય તે માટે આવશ્યક ચીજવસ્તુઓના તમામ વેપારીઓ સવારે 8 થી 11વાગ્યા સુધી દુકાન કે લારી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@બેચરાજી: કોરોના ઇફેક્ટ, બસસ્ટેશનમાં શાકભાજી અને ફળો વેચી શકાશે

મહેસાણા જિલ્લાના બેચરાજી ના બસસ્ટેશનમાં શાકભાજી અને ફ્રૂટની તમામ લારીઓ ઊભા રહી વ્યાપાર કરી શકશે. જેને લઇ આજે સવારે બસ સ્ટેન્ડ માં શાકભાજી લારીઓ વચ્ચે અંતર રાખતા લાઈનમાં ઊભા રહેવા માટે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા.જેથી ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી હતી.