નિર્ણય@બેચરાજી: કોરોના સંક્રમણ રોકવા કાર્તિક પૂર્ણિમાએ દર્શનાર્થીઓ માટે મંદીર બંધ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે કાર્તિક પૂર્ણિમાના દિવસે બેચરાજી મંદીર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવતાં હોઇ તંત્ર સંક્રમણની ચેન તોડવા દોડધામમાં લાગ્યું છે. આ તરફ કાર્તિક પૂર્ણિમાએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ બેચરાજી મંદીરે દર્શને આવતાં હોઇ સંક્રમણ
 
નિર્ણય@બેચરાજી: કોરોના સંક્રમણ રોકવા કાર્તિક પૂર્ણિમાએ દર્શનાર્થીઓ માટે મંદીર બંધ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે કાર્તિક પૂર્ણિમાના દિવસે બેચરાજી મંદીર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવતાં હોઇ તંત્ર સંક્રમણની ચેન તોડવા દોડધામમાં લાગ્યું છે. આ તરફ કાર્તિક પૂર્ણિમાએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ બેચરાજી મંદીરે દર્શને આવતાં હોઇ સંક્રમણ રોકવા નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં કારતક પૂનમના દિવસે મંદીરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે. મહેસાણા જીલ્લામાં સતત વધતા જતાં કોરોના વાયરસ સંક્રમણને પગલે સોમવારને કાર્તિક પૂર્ણિમા હોઈ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવવાની શક્યતા છે. આ દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં માઇભક્તોની ભીડ થવાની ભીતીને પગલે તેમજ રાજ્યના નાગરિકોના આરોગ્યની સલામતી અને સુખાકારી માટે 30 નવેમ્બરને સોમવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે સુપ્રસિધ્ધ યાત્રાધામ બેચરાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન વ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા કરાયો છે