નિર્ણય@ભાભર: લોકડાઉનમાં અઠવાડીયાના બે દિવસ ખરીદી સદંતર બંધ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) હાલમાં નોવેલ કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ભાભરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા અઠવાડીયાના બે દિવસ ખરીદી સદંતર બંધ કરવામાં આવી છે. હવે શનિવાર અને રવિવાર માટે દુકાનદારો માટે નવિન સમય નક્કી કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇ લોકોને ઘરની બહાર નહિ નિકળવાની અપીલ કરવામાં આવી છે. અટલ
 
નિર્ણય@ભાભર: લોકડાઉનમાં અઠવાડીયાના બે દિવસ ખરીદી સદંતર બંધ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

હાલમાં નોવેલ કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ભાભરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા અઠવાડીયાના બે દિવસ ખરીદી સદંતર બંધ કરવામાં આવી છે. હવે શનિવાર અને રવિવાર માટે દુકાનદારો માટે નવિન સમય નક્કી કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇ લોકોને ઘરની બહાર નહિ નિકળવાની અપીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર શહેરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પાલિકાએ પરિપત્ર કર્યો છે. ગઇકાલે કામ વગર બહાર નિકળી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા લોકોનો અટલ સમાચારે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ તાત્કાલિક તંત્રએ વાર નક્કી કરી જે તે દિવસે લોકોને ખરીદી કરવા જણાવ્યુ હતુ. તો આજે પાલિકા વિસ્તારમાં શનિવાર-રવિવારે દુકાનદારો માટે નવિન નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે શનિ-રવિ સિવાય બાકીના દિવસોએ અગાઉની સુચના અમલમાં રહેશે.

ભાભર પાલિકા દ્રારા હવે દુકાનદારોને પણ શનિવાર-રવિવારે સુચના મુજબ દુકાન ખુલ્લી રાખવામાં આવશે. જેમાં દુધ, દહીં, છાશ વગેરેની ડેરી સવારે ૬:૦૦ વાગ્યાથી ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે. મેડિકલ તથા હોસ્પિટલ અને ક્લિનિક અગાઉની સુચના મુજબ પાલન કરવાનું રહેશે. તો કરીયાણા, શાકભાજી, કૃષિપેદાશ લગતા વેપાર સંપૂર્ણ બંધ રાખવા જણાવાયુ છે.