નિર્ણય@ભાજપ: ઉત્તર ગુજરાતના નવિન હોદ્દેદારોની યાદી તૈયાર, અનેક કપાશે

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં અગાઉ સંગઠન પર્વ મનાવ્યા બાદ ભાજપના હોદ્દેદારોમાં મોટા ફેરબદલ માટે કવાયત હાથ ધરવામાં આવેલી છે. જેમાં જીલ્લા ભાજપ દ્રારા શહેર પ્રમુખોના દાવેદારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ટુંક સમયના અંતે પ્રદેશ ભાજપ દ્રારા નવિન હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે. આ દરમ્યાન અનેક જૂના જોગીઓ રીપીટ થતા ન હોવાથી મામલો
 
નિર્ણય@ભાજપ: ઉત્તર ગુજરાતના નવિન હોદ્દેદારોની યાદી તૈયાર, અનેક કપાશે

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં અગાઉ સંગઠન પર્વ મનાવ્યા બાદ ભાજપના હોદ્દેદારોમાં મોટા ફેરબદલ માટે કવાયત હાથ ધરવામાં આવેલી છે. જેમાં જીલ્લા ભાજપ દ્રારા શહેર પ્રમુખોના દાવેદારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ટુંક સમયના અંતે પ્રદેશ ભાજપ દ્રારા નવિન હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે. આ દરમ્યાન અનેક જૂના જોગીઓ રીપીટ થતા ન હોવાથી મામલો ગરમાઇ શકે છે. આ સાથે નવા ચહેરાને તક મળતી હોઇ ઉચાટ, મુંઝવણ અને ખુશીનું મોજૂ અત્યારથી જ ફરી વળ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પ્રદેશ ભાજપ દ્રારા શરૂઆતના તબક્કે શહેર પ્રમુખોની ફેરબદલ કરવા દોડધામ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા જીલ્લાને બાદ કરતા પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કોંગ્રેસનો દબદબો ખાળે તેવા હોદ્દેદારો પસંદ કરવાની તૈયારી છે. આ માટે ઉત્તર ગુજરાતના પાંચેય જીલ્લા ભાજપ પ્રમુખ દ્રારા સરેરાશ 18થી વધુ શહેર પ્રમુખ માટેના દાવેદારોની યાદી તૈયાર કરી કમલમ્ ખાતે મોકલવામાં આવી છે. જેમાં હોદ્દેદારો જાહેર થાય તે પહેલા જ કોણ કપાશે અને કોણ આવશે તેની ચર્ચાથી રાજકીય વાતાવરણ ગરમાયુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, કડી, વિસનગર, ઉંઝા, પાટણ, હારીજ, રાધનપુર, સિધ્ધપુર, પાલનપુર, ડીસા, ધાનેરા, થરા, દિયોદર, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઇડર, મોડાસા, બાયડ સહિતના શહેરોમાં ભાજપી આગેવાનો વચ્ચે રેસ જામી છે. જોકે કેટલાક શહેરો એવા છે કે જ્યાં પાર્ટીનો આગ્રહ છતાં દાવેદારો તૈયાર થયા નથી. જ્યાં કોંગ્રેસનો દબદબો હોવાથી પ્રમુખ બનીને કાંટાળો તાજ સ્વિકારવાની તૈયારી ન હોવાનુ માનવામાં આવે છે.