નિર્ણય@દેશઃ ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઇ સરકારે લોકપ્રિય ચીની એપ ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષનો મામલો માનવામાં આવી રહ્યો છે. ટિકટોક સિવાય જે અન્ય લોકપ્રિય એપને બેનનો સામનો કરવો પડ્યો છે, તેમાં શેયરચેટ, હેલો, યૂસી બ્રાઉઝર, લાઇકી અને વીચેટ સહિત 59 એપ
 
નિર્ણય@દેશઃ ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક

ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઇ સરકારે લોકપ્રિય ચીની એપ ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષનો મામલો માનવામાં આવી રહ્યો છે. ટિકટોક સિવાય જે અન્ય લોકપ્રિય એપને બેનનો સામનો કરવો પડ્યો છે, તેમાં શેયરચેટ, હેલો, યૂસી બ્રાઉઝર, લાઇકી અને વીચેટ સહિત 59 એપ સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકાર તરફથી આદેશ અનુસાર સરકાર તે 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે પૂર્વાગ્રહપૂર્ણ હતી. માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act)ની કલમ 69 એ હેઠળ સૂચના ટેક્નોલોજી અધિનિયમની જોગવાઇઓ લાગૂ કરતા સૂચના ટેક્નોલોજી મંત્રાલય નિયમ 2009 અને ખતરાની આકસ્મિક પ્રકૃતિને જોતા 59 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.