નિર્ણય@દેશ: CBI તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, CBIને કોઇપણ કેસની તપાસ કરતા પહેલા તે રાજ્યની મંજૂરી જરૂરથી લેવી પડશે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરી પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. એક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે તેની પુષ્ટી કરતા કહ્યું કે આ બંધારણની જોગવાઇ સંઘીય પાત્રને અનુરુપ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
નિર્ણય@દેશ: CBI તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, CBIને કોઇપણ કેસની તપાસ કરતા પહેલા તે રાજ્યની મંજૂરી જરૂરથી લેવી પડશે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરી પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. એક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે તેની પુષ્ટી કરતા કહ્યું કે આ બંધારણની જોગવાઇ સંઘીય પાત્રને અનુરુપ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

CBIની તપાસના અધિકાર ક્ષેત્રને લઇને અવારનવાર સવાલો ઉઠતા રહે છે. CBIની તપાસને લઇને ઘણી વખત સવાલ સામે આવે છે કે તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરુરી છે? હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્ણય આપ્યો છે. હવે સીબીઆઇ તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી ફરજિયાત થશે.સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં ગુરુવારના રોજ પુષ્ટિ કરતાં કહ્યું કે બંધારણીય જોગવાઇ સંઘીય પાત્રના અનુરુપ છે.

શુ કહે છે નિયમ ?

ખરેખર CBI દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946 હેઠળ શાસિત હોય છે. જેમાં જણાવામાં આવ્યું છે કે CBIને તપાસ પહેલા સંબંધિત રાજ્ય સરકારોની મંજૂરી લેવી પડે. ખરેખર, કેન્દ્ર-રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીમાં પોલીસ એ એક રાજ્યનો વિષય છે. આમ તપાસનો અધિકાર પહેલો રાજ્ય પોલીસનો હોય છે. પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સી હોવાના કારણે આ મામલે તપાસ સીબીઆઇને કરવી હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે. મંજૂરી પણ બે પ્રકારની હોય છે. પહેલી, કેસ વિશેષ અને બીજી સામાન્ય. સીબીઆઇનો અધિકાર ક્ષેત્ર કેન્દ્ર સરકારના વિભાગો અને કર્મચારીઓ પર છે, પરંતુ રાજ્ય સરકાર સાથે જોડાયેલ કેસની તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.