નિર્ણય@દેશ: વેક્સિનની અછત નિવારવા કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યોને મોટી રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ વગર વેક્સિનેશનનું કામ ચાલી શકશે. હાલમાં ઘણા રાજ્યોમાં વેક્સિનની ખૂબ મોટી અછત છે અને વેક્સિનના અભાવથી વેક્સિનેશનનું કામ અટવાયેલું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે
 
નિર્ણય@દેશ: વેક્સિનની અછત નિવારવા કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યોને મોટી રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ વગર વેક્સિનેશનનું કામ ચાલી શકશે. હાલમાં ઘણા રાજ્યોમાં વેક્સિનની ખૂબ મોટી અછત છે અને વેક્સિનના અભાવથી વેક્સિનેશનનું કામ અટવાયેલું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે લેખિતમાં જાણકારી આપવામાં આવી છે. રાજ્યોને જણાવાયું છે કે તમામ રાજ્યોને કોરોનોની વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સિન) મે અને જુનના પહેલા 15 દિવસમાં મળી જશે. તેનાથી રાજ્ય સરકારો, પ્રાઈવેટ હોસ્પિટલો સરળતાથી વેક્સિનેશનનું કામ આગળ ચલાવી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 1 મે થી 15 જુન વચ્ચે ભારત સરકાર તમામ રાજ્યોને 5.86 કરોડ વેક્સિન ડોઝ મફતમાં ઉપલબ્ધ કરાવશે. તે ઉપરાંત જુનના અંત સુધીમાં વેક્સિન નિર્માતાઓ પાસેથી 4.87 કરોડના વધારાના ડોઝ પણ ઉપલબ્ધ રહેશે જે રાજ્ય સરકાર અથવા પ્રાઈવેટ હોસ્પિટલ તેની જરૂરીયાત પ્રમાણે વેક્સિન નિર્માતાઓ પાસેથી ખરીદી શકશે.