આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સ્થિતિ ચિંતાજનક બની હોઇ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મે સત્રની જોઈન્ટ એન્ટ્રસ મેઈન એક્ઝામને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. મે સેશનની એક્ઝામ 24 થી 28 મે દરમિયાન આયોજિત થવાની હતી. પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કોરોના વાઈરસના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ પોતાના ટ્વીટર હેન્ડલ પર પરીક્ષાને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, કોરોનાની વર્તમાન સ્થિતિ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેઈઈ મેઈન-મે 2021 સત્રની એક્ઝામ સ્થગિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વધુ અપડેટ માટે NTAની સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ રહે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી આ વર્ષે 4 સત્રોમાં JEE Main-2021 એક્ઝામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી પ્રથમ બે સત્રો ફેબ્રુઆરી અને માર્ચ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ સત્રમાં 6,20,978 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને બીજા સત્રની પરીક્ષામાં 5,56,248 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code