નિર્ણય@દેશ: કેબિનેટ બેઠકમાં HRD મિનિસ્ટ્રીનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરાયું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. આ વિશે વિસ્તૃત માહિતી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે. અટલ સમાચાર
 
નિર્ણય@દેશ: કેબિનેટ બેઠકમાં HRD મિનિસ્ટ્રીનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરાયું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. આ વિશે વિસ્તૃત માહિતી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. આ પ્રસ્તાવને મોદી કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે જ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડિ હશે જેથી શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને ખતમ કરી શકાય.