આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તમામ તરફથી ભલામણો આવી છે કે લૉકડાઉનને લંબાવવામાં આવે. તમામની ભલામણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે લૉકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવે છે. તમામ લોકો અનુશાસનની સાથે ઘરમાં રહે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

PM મોદીએ કહ્યું કે, લૉકડાઉન હાલના સમયમા દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે, જે સંયમથી પોતાના ઘરોમાં રહીને તહેવાર ઉજવી રહ્યા છે તે ખૂબ પ્રશંસનીય છે. પીએમ મોદીએ કહ્યું કે, હું જાણું છું કે આપે કેટલી મુશ્કેલી વેઠી છે. કોઈને ખાવાની મુશ્કેલી, કોઈને આવવા-જવાની મુશ્કેલી, કોઈ ઘર-પરિવારથી દૂર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, દરેક જિલ્લા અને દરેક રાજ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ થશે, જે હોટસ્પોટ વધવા દેશે નહીં, ત્યાં 20 એપ્રિલ બાદ કેટલિક જરૂરી વસ્તુમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તે યાદ રાખો કે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટે છે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code