આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવા પર રોક લગાવી દીધી છે. પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારેલું DA નહીં આપવાનો પ્રસ્તાવ છે. સરકારના આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. નોંધનીય છે કે ગત મહિને સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. DAને 17 ટકાથી વધારીને 21 ટકા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધતા મોંઘવારી ભથ્થા પર બ્રેક વાગી છે. તેની સાથે જ ભવિષ્યમાં આ વધારેલું મોંઘવારી ભથ્થું એરિયર તરીકે પણ નહીં મળે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારે વધારેલું મોંઘવારી ભથ્થું રોકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને હવે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધનારો DA નહીં મળે. જે DA રોકવામાં આવી રહ્યું છે તેની એરિયર તરીકે ચૂકવણી પણ નહીં થાય. સરકારનો આ નિર્ણય કોરોના વાયરસ મહામારીને કારણે લીધો છે. જેના કારણે સરકારી રાજસ્વ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સરકારના આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને રોકથી સરકાર દર મહિને સરેરાશ 1,000 રૂપિયાની બચાવી શકે છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારવા માટે 14,595 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ નિર્ધારિત કર્યો હતો. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશમાં લાગુ લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાને ઘણું ભારે નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code