નિર્ણય@દેશ: સુભાષ ચંદ્ર બોઝના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક કેન્દ્ર સરકારે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે
 
નિર્ણય@દેશ: સુભાષ ચંદ્ર બોઝના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

કેન્દ્ર સરકારે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે. જન્મ જયંતી નીમીત્તે કલકત્તા તથા જબલપુરમાં થશે આયોજન.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ સંબંધિત વિદ્વાન, સૈનિક અને સ્ટેટસમેન જેવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. સંસ્કૃતી મંત્રી પ્રહલાદ પટેલે જાણકારી આપી હતી કે, આયોજન માટે નરેન્દ્ર મોદીના નેત્વૃત્વમાં 85 લોકોની કમીટી બનાવી છે. જબલપુર ખાતે સુભાષચંદ્ર બોઝ કોન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ત્યા પણ 23મીએ કાર્યક્રમ થશે. નેતાજીના જન્મજયંતિ નીમિત્તે યોજાનારા કાર્યક્રમો અને ઉજવણીના સમયપત્રકનો નિર્ણય થયો છે.

પ્રહલાદ પટેલે જણાવ્યુ હતુ કે, બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ કાર્યક્રમમાં આમંત્રીત કરાયા છે. આ વર્ષે બીટીંગ ધ રીટ્રીટ માં આઝાદ હીન્દ ફૌઝની ધુન કદમ કદમ બઢાયે જા, નો સમાવેશ કરાશે. નેતાજીના નામે ટ્રેન પણ ચલાવવામાં આવશે તથા માં આઝાદ હીન્દ ફૌઝના શહીદોના નામે સ્મારક પણ બનશે.