નિર્ણય@દેશ: મહામારી વચ્ચે સ્થગિત કરાયેલ IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં આ જગ્યાએ રમાડાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી. જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન રમાડવામાં આવશે. આ પહેલા એપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી હતી. જોકે બાયોબબલ છતાં પણ ટીમોના ખેલાડીઓ સુધી
 
નિર્ણય@દેશ: મહામારી વચ્ચે સ્થગિત કરાયેલ IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં આ જગ્યાએ રમાડાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી. જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન રમાડવામાં આવશે. આ પહેલા એપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી હતી. જોકે બાયોબબલ છતાં પણ ટીમોના ખેલાડીઓ સુધી કોરોનાનુ સંક્રમણ પહોંચી જતા આઈપીએલ પર બ્રેક મારવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઈપીએલની બાકીની મેચો રમાડવા માટે અટકળો ચાલી રહી હતી. શ્રીલંકા અને ઈંગ્લેન્ડે પણ આ મેચો પોતાના દેશમાં રમાડવા માટે ઓફર કરી હતી. જોકે બોર્ડે યુએઈ પર પસંદગી ઉતારી છે. જ્યાં ગયા વર્ષે પણ આઈપીએલનુ સફળતાપૂર્વક આયોજન કરાયુ હતુ. બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, આઈપીએલની બાકીની મેચો માટે વિદેશી ખેલાડીઓ પણ રમે તેવા પ્રયત્નો કરાશે. જોકે વિદેશી ખેલાડીઓ ભાગ નહીં લે તો પણ ટુર્નામેન્ટ ચાલુ રખાશે. બાકીની મેચો 25 દિવસમાં પુરી કરવાની યોજના છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગયા વર્ષની જેમ જ અબુધાબી, દુબઈ અને શારજાહમાં બાકીની મેચો રમાડવામાં આવશે. દરમ્યાન ટી-20 વર્લ્ડ કપ અંગે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે, આ ટુર્નામેન્ટના આયોજન માટે આઈસીસીની 1 જુનના રોજ યોજનારી બેઠકમાં ક્રિકેટ બોર્ડ દ્વારા સમયની માંગણી કરવામાં આવશે. આયોજન અંગે બીસીસીઆઈ જુન મહિનાના અંત સુધીમાં કોઈ નિર્ણય લઈ શકે તેમ છે.