નિર્ણય@દેશ: આ સાત રાજ્યોએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દીધું છે. રવિવારે તામિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત 106 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રવિવારે કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,075 થઈ હતી. તામિલનાડુ પહેલા મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. એટલે
 
નિર્ણય@દેશ: આ સાત રાજ્યોએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દીધું છે. રવિવારે તામિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત 106 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રવિવારે કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,075 થઈ હતી. તામિલનાડુ પહેલા મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. એટલે કે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરનાર તામિલનાડુ સાતમું રાજ્ય બન્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તામિલનાડુમાં રવિવારે સામે આવેલા નવા 106 કેસમાંથી 16 લોકોએ અન્ય રાજ્યનો પ્રવાસ કર્યો હતો. બાકીના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના હતા. આ નવા કેસમાં રેલવે હૉસ્પિટલમાં કામ કરી રહેલા બે ડૉક્ટર, સરકારી હૉસ્પિટલમાં કામ કરી રહેલા બે ડૉક્ટર અને ખાનગી હૉસ્પિટમાં કામ કરતા ચાર ડૉક્ટર સામેલ છે.તામિલનાડુમાં અત્યાર સુધી 50 લોકો કોરોના બીમારીમાંથી સંપૂર્ણ સાજા થયા છે. સ્વાસ્થ્ય સચિવ બીલા રાજેશના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારને ભારત સરકાર પાસેથી 14 સરકારી અને ખાનગી લેબ બનાવવાની મંજૂરી મળી છે. પુડ્ડુચેરીમાં જેઆઈપીએમઈઆર મુખ્ય પ્રયોગશાળા હશે.

સ્વાસ્થ્ય સચિવ બીલા રાજેશે જણાવ્યું કે આ 106 નવા કેસમાં દર્દીઓની સારવાર કરી રહેલા આઠ ડૉક્ટર પણ સામેલ છે. આ સાથે જ તામિલનાડુ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરનાર સાતમું રાજ્ય બની ગયું છે. તામિલનાડુ પહેલા મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. એટલે કે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરનાર તામિલનાડુ સાતમું રાજ્ય બન્યું છે.