આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની ઘર વાપસી માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સુત્રોના મતે ગૃહ મંત્રાલયે રેલવેને મજૂરો માટે વધારે ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ માટે બધા જનરલ મેનેજરને સ્ટેટ ચીફ સેક્રેટરીનો સંપર્ક કરીને ટ્રેન પ્લાન કરવા માટે કહેવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમને પોતાના સ્તર પર નિર્ણય લેવા અને પરસ્પર કોઓર્ડિનેટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે દેશના અલગ-અલગ ભાગમાં ફસાયેલા લાખો પ્રવાસી મજૂરો, પર્યટકો, છાત્રો અને અન્ય લોકોને બુધવારે કેટલીક શરતો સાથે તેમના સ્થળ સુધી પહોંચાડવાની મંજૂરી આપી છે.

પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે તેલંગાણામાં લિંગમપલ્લીથી ઝારખંડના હટિયા સુધી 1200 પ્રવાસીઓને લઈ જનાર પ્રથમ ટ્રેન શુક્રવારે સવારે 4.50 વાગે રવાના થઈ છે. 24 કોચની ટ્રેન આજે રાત્રે 11 વાગે ઝારખંડના હટિયા પહોંચશે. દિશાનિર્દેશો પ્રમાણે ક્વૉરન્ટાઇન સહિત બધી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. લિંગમપલ્લીથી હટિયા સુધી જે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી તે તેલંગાણા સરકારના અનુરોધ અને રેલ મંત્રાલયના નિર્દેશાનુસાર ચલાવવામાં આવી છે.

હજુ વધુ એક ટ્રેન કેરળથી ઓરિસ્સા વચ્ચે ચલાવવામાં આવશે. કેરળના એર્નાકુલમથી ઓરિસ્સાના ભુવનેશ્વર વચ્ચે એક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં લગભગ 1000 મજૂરોને બેસવાની વ્યવસ્થા રહેશે. ઓરિસ્સા સરકારની અપીલ પછી રેલ મંત્રાલયે આ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code