નિર્ણય@કોર્ટમાં: પાટણ પાલિકાના કોંગી બળવાખોરો મોજમાં, કોંગ્રેસ શોકમગ્ન

અટલ સમાચાર, મહેસાણા પાટણ પાલિકામાં ગત દિવસોએ યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં કોંગી બળવાખોરો દ્વારા સત્તાપલટો થયો હતો. તેના વિરુદ્ધમાં દાખલ થયેલી પક્ષાંતર ધારાની ફરિયાદનો નિર્ણય આવતાં કોંગ્રેસ શોકમગ્ન બની છે. અરજી નામંજૂર કરતાં કોંગી બળવાખોરો અને ભાજપ ગેલમાં આવી ગયા છે.પાટણ નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયતમાં સત્તાપલટો થતાં કોંગ્રેસે પક્ષાંતર ધારાની ફરિયાદ કરી હતી. વ્હીપનો અનાદર
 
નિર્ણય@કોર્ટમાં: પાટણ પાલિકાના કોંગી બળવાખોરો મોજમાં, કોંગ્રેસ શોકમગ્ન

અટલ સમાચાર, મહેસાણા

પાટણ પાલિકામાં ગત દિવસોએ યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં કોંગી બળવાખોરો દ્વારા સત્તાપલટો થયો હતો. તેના વિરુદ્ધમાં દાખલ થયેલી પક્ષાંતર ધારાની ફરિયાદનો નિર્ણય આવતાં કોંગ્રેસ શોકમગ્ન બની છે. અરજી નામંજૂર કરતાં કોંગી બળવાખોરો અને ભાજપ ગેલમાં આવી ગયા છે.નિર્ણય@કોર્ટમાં: પાટણ પાલિકાના કોંગી બળવાખોરો મોજમાં, કોંગ્રેસ શોકમગ્નપાટણ નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયતમાં સત્તાપલટો થતાં કોંગ્રેસે પક્ષાંતર ધારાની ફરિયાદ કરી હતી. વ્હીપનો અનાદર કરતા પાટણ પાલિકાના 13 કોંગી નગરસેવકોને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે રજૂઆત કરી હતી. જેમાં વારંવારની મુદ્દતને અંતે નિર્ણય આવ્યો છે.

કોંગ્રેસના યોગ્ય સત્તાધિકારીએ આપેલ આદેશનો ભંગ નગરસેવકોએ કર્યાનું ગાંધીનગર સ્થિત નામોનિર્દિષ્ટ કોર્ટને લાગ્યું નથી. આથી 13 કોંગી નગરસેવકોને સસ્પેન્ડ કરવાની તેમજ તેેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે.

હવે શું થશે ?

પાટણ નગરપાલિકામાં હાલ કોંગી બળવાખોરો અને ભાજપની સત્તા ચાલી રહી છે. જ્યારથી બળવાખોરોની સત્તા આવી ત્યારથી કોંગ્રેસના નગરસેવકો સાથે ઘર્ષણ થઇ રહ્યું છે. હવે જ્યારે બળવાખોરોને માથે લટકતી તલવાર દૂર થઈ હોવાથી સત્તાની પકડ વધુ મજબૂત કરશે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નગરસેવકોને આગામી ચૂંટણી સુધી રાહ જોયા સિવાય વિકલ્પ નથી.