નિર્ણય@ડીસા: કર્મચારીઓ પોઝિટીવ જાહેર થતાં બેંક બંધ, સંબંધિતો ચોંક્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગઇકાલે કર્મચારીઓ કોરોના પોઝિટીવ જાહેર થતાં સંબંધિતો ચોંકી ઉઠ્યા છે. આ તરફ નગરપાલિકા તંત્ર દ્રારા બેંકમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. આ સાથે જે કર્મચારીઓ પોઝિટીવ જાહેર થયા છે તેમના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવાની કવાયત પણ શરૂ કરવામાં આવી
 
નિર્ણય@ડીસા: કર્મચારીઓ પોઝિટીવ જાહેર થતાં બેંક બંધ, સંબંધિતો ચોંક્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગઇકાલે કર્મચારીઓ કોરોના પોઝિટીવ જાહેર થતાં સંબંધિતો ચોંકી ઉઠ્યા છે. આ તરફ નગરપાલિકા તંત્ર દ્રારા બેંકમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. આ સાથે જે કર્મચારીઓ પોઝિટીવ જાહેર થયા છે તેમના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવાની કવાયત પણ શરૂ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા ફુવારા વિસ્તારમાં આવેલી SBI બેંકના પાંચથી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. બેંક કર્મીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં બેંકમાં આવતાં ખાતેદારો, અરજદારો અને અન્ય કર્મચારીઓ શંકાસ્પદ બન્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા પોઝિટીવ જાહેર થયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરવામાં આવી હતી. આ સાથે નગરપાલિકાએ બેંકને સેનેટાઈઝ કરી એરીયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરજામાં આવ્યો છે.