નિર્ણય@ડીસા: કોરોનાને લઇ પાટણથી શહેરમાં આવતા તમામ રસ્તા બંધ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં લોક ડાઉન અમલમાં છે, છતાં લોકો ઘરની બહાર નીકળી ને લોકડાઉનનો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આ તરફ ગુજરાતમાં કોરોના વાયરસનાં વઘતા કેસોને લઈને સરકાર ની ચિંતા માં વધારો જોવા મળી રહ્યો છ. અટલ સમાચાર
 
નિર્ણય@ડીસા: કોરોનાને લઇ પાટણથી શહેરમાં આવતા તમામ રસ્તા બંધ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં લોક ડાઉન અમલમાં છે, છતાં લોકો ઘરની બહાર નીકળી ને લોકડાઉનનો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આ તરફ ગુજરાતમાં કોરોના વાયરસનાં વઘતા કેસોને લઈને સરકાર ની ચિંતા માં વધારો જોવા મળી રહ્યો છ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં કોરોના વાયરસ ના પાંચ કેસો અને સાબરકાંઠા જિલ્લામાં એક કેસ નોંધાતાં બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી રહી છે. હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરાના વાયરસ નો કેસ પોઝિટિવ આવ્યો નથી. પરંતુ નજીક ના પાટણ જિલ્લામાં પાંચ કેસ નોંધાતાં ડીસા નાયબ કલેકટર દ્વારા તાત્કાલિક મામલતદાર કચેરીમાં ડીસાના વહીવટીતંત્રની મીટીંગ બોલાવી હતી. પરીસ્થીતી બગડે તે પહેલાં કડક પગલાં લેવા જોઈએ તેવો કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પાટણ થી ડીસા તરફથી આવતા વાહનો ને રોકી લગાવામાં આવશે તેમજ બહારના લોકોને ડીસા તરફ આવતાની વોચ ગોઠવીને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાટણ જતી તમામ બોર્ડર ઉપર વાહનોની અવરજવર બંઘ કરવામાં નિણર્ય લેવાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાકભાજી કરીયાણાની દુકાનોનો બે બે દિવસ નક્કી કરાયેલા ટાઈમ પ્રમાણે ખુલ્લી રાખી શકાશે તેમજ ડીસા શહેર તાલુકા પોલીસ દ્વારા બિનજરૂરી રોડ ઉપર ફરતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ડ્રોન કેમેરાથી પણ બાજનજર રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ તેમજ લોકડાઉન નું ઉલ્લંધન કરનાર લોકો સામે ડીસા પોલીસ દ્વારા સખ્તાઈથી કડક કાર્યવાહી કરવામાં આવશે.