નિર્ણય@ઇડર: વેપારી મંડળોની બેઠક, આજથી એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર,ઇડર કોરોના મહામારી વચ્ચે સતત વધી રહેલા સંક્રમણને કારણે દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ ઇડરમાં વેપારી એસોસિએશનની બેઠકમાં આજથી બજાર એક સપ્તાહ માટે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો છે. જેને લઇ આજથી
 
નિર્ણય@ઇડર: વેપારી મંડળોની બેઠક, આજથી એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર,ઇડર

કોરોના મહામારી વચ્ચે સતત વધી રહેલા સંક્રમણને કારણે દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ ઇડરમાં વેપારી એસોસિએશનની બેઠકમાં આજથી બજાર એક સપ્તાહ માટે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો છે. જેને લઇ આજથી એક સપ્તાહ માટે ઇડરના બજારો બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરનાં બજાર આજથી એક સપ્તાહ માટે સ્વયંભુ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા ઈડરના વેપારી એસોસિએશનની બેઠકમાં આજથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. 3 ઓક્ટોબર સુધી એક સપ્તાહ સુધી દુકાનો બંધ રાખવામાં આવશે. જો કે જીવન જરૂરી વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે. તમામ દુકાનો 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3419 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે, જ્યારે 113140 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16574 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 133219 પર પહોંચી છે.