આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનું પાટનગર ગાંધીનગર જિલ્લાની જવાબદારી વરિષ્ઠ સચિવને સોંપવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ 19ના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેના પગલાં તેમજ ઉપાયોમાં જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા વરિષ્ઠ સચિવને જવાબદારી સોંપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જિલ્લા માટે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાને આ જવાબદારી સોંપાઈ છે. વરિષ્ઠ સચિવ તેમને સોંપાયેલા જિલ્લામાં હાથ ધરાઇ રહેલી કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ કામગીરી અને પગલાનું સુપરવિઝન અસરકારક અમલી કરણ અને જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરશે. બિહાર અને ઝારખંડના લોકોને ગુજરાતમાંથી પરત મોકલવા માટે નિમાયેલા નોડલ અધિકારી અને મદદરૂપ થવા અને કામગીરી કરવા માટે રાજ્ય સરકારે સંયુક્ત સચિવ કક્ષાની બે ટીમો બનાવી છે.

આ બે ટીમોએ માહિતી સંકલન કરી નોડલ અધિકારીને આપવાની રહેશે. બે ટીમોમાં કુલ 12 સભ્યો અને તેમની કામગીરી પણ વહેંચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાનો એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે. રેડ ઝોન જાહેર કર્યા પછી ગાંધીનગરના અડાલજમાંથી એક 66 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code