File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં આજે શિક્ષકોની ભરતીને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. રાજ્યમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી માટે સરકારે મંજૂરી આપી છે. આ મંજૂરી અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 શિક્ષણ સહાયકની ભરતી કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, રાજ્યની કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી પ્રમાણે ગુજરાતમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી અન્વયે અંગ્રેજી વિષયના 624 શિક્ષકો, એકાઉન્ટ વિષયના 446 શિક્ષકો, સમાજશાસ્ત્રના 334 શિક્ષકો, ઇકોનોમીના 276 શિક્ષકો, ગુજરાતી વિષયના 254 શિક્ષકો, ગણિત-વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ-10 અને 12ની શાળાઓ શરૂ હોવાથી શિક્ષણમંત્રીએ આ મામલે પણ વાત કરી હતી. તેમણે બાળકોને શાળાએ મોકલવા માટેની અપીલ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયગાળામાં પરીક્ષાની પણ તારીખોની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code