નિર્ણય@ગુજરાતઃ રાત્રે ચાલવા નીકળતા લોકો સામે થશે કાર્યવાહી, DGP

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
 
નિર્ણય@ગુજરાતઃ રાત્રે ચાલવા નીકળતા લોકો સામે થશે કાર્યવાહી, DGP

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના ૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં ૫૯૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ લોકડાઉનને લઈને લોકો હજુ બહાર નીકળી રહ્યા છે. તેમાંય ગરમી વધુ હોવાથી લોકો ટોળે વળીને ફ્લેટમાં કમ્પાઉન્ડ માં કે ગાર્ડનમાં બેસતા હોય છે. જેને લઈને હવે પોલીસે ડ્રોનથી પકડવાની કામગીરી બાદ સાયકલ પેટ્રોલિંગ હાથ ધરી લોકોને પકડવા કામગીરી હાથ ધરી છે.

શહેરમાં અત્યારસુધીમાં લોકડાઉનનો ભંગ કરનાર સામે આઠેક હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે. પોલીસ રોજ પેટ્રોલિંગ કરીને જુદા જુદા ફ્લેટમાં બાજ નજર રાખીને લોકોને પકડે છે. ત્યારે ડ્રોન દ્વારા પણ ત્રીજી આંખ વડે અનેક લોકોની અત્યારસુધીમાં ધરપકડ કરાઈ છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસની શી ટિમ સાથે પોલીસે સંકલન કરીને અનોખી કામગીરી હાથ ધરી છે. પોલીસ હવે સાયકલ પેટ્રોલિંગ કરશે. ફ્લેટમાં નીચે બેઠેલા લોકો કે ગાર્ડનમાં ભેગા થયેલા લોકોને સાયકલ પેટ્રોલિંગ કરી ધરપકડ કરાશે. પોલીસે સાંજના સમયે આ કામગીરી કરી હતી, લોકો સાંજના સમયે વધુ ભેગા થતા હોવાથી આ સમય એ સાયકલ પેટ્રોલિંગ પર ભાર મુકાયો છે.

ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ વચ્ચે ઘોડા પેટ્રોલિંગ કરાયું હતું. પણ ફ્લેટમાં લોકો બેસતા હોવાથી પોલીસ આવે ને ભાગી જતા હોવાથી પોલીસ સાયકલ પર જઈને આ લોકોને પકડશે.