નિર્ણય@ગુજરાત: મંત્રીઓ બાદ હવે તેમના અધિકારીઓ માટે પણ નો-રીપીટ થિયરી, જાણો સમગ્ર વાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના નવા મંત્રીમંડળમાં નો-રીપીટ થીયરી બાદ હવે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ નો-રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓનેજ નિમણૂંક આપવાનો આગ્રહ
 
નિર્ણય@ગુજરાત: મંત્રીઓ બાદ હવે તેમના અધિકારીઓ માટે પણ નો-રીપીટ થિયરી, જાણો સમગ્ર વાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નવા મંત્રીમંડળમાં નો-રીપીટ થીયરી બાદ હવે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ નો-રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓનેજ નિમણૂંક આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને વિવાદીત અધિકારીઓ રિપીટ થશે જ નહી એટલે કે ભૂતકાળમાં જેની છબી ખરડાઈ હોય તેવા અધિકારીઓ રિપીટ નહી થઈ શકે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ગુજરાત: મંત્રીઓ બાદ હવે તેમના અધિકારીઓ માટે પણ નો-રીપીટ થિયરી, જાણો સમગ્ર વાત
જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોઈ પણ મંત્રીને ફરી રિપીટ કરવામાં નથી આવ્યા સાથેજ વિવાદીત મંત્રીઓને પણ મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેવીજ થિયરી હવે અધિકારીઓ માટે લાગૂ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માન નહી જાળવ્યું હોય તેવા PA અને PSને પણ હવે રિપીટ કરવામાં નહી આવે. જો કોઈને પણ રિપીટ કરવા હશે તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે. આ નિર્ણયને લઈને મોટા ભાગના જૂના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.