નિર્ણય@ગુજરાત: મુખ્યમંત્રીની મોટી જાહેરાત, આવતીકાલથી આ 10 જિલ્લામાં મફત રસીકરણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈકાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈકાલે કહ્યું હતું કે, હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે.
 
નિર્ણય@ગુજરાત: મુખ્યમંત્રીની મોટી જાહેરાત, આવતીકાલથી આ 10 જિલ્લામાં મફત રસીકરણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈકાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈકાલે કહ્યું હતું કે, હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે. પરંતુ આજે ફરી એક વખત CM રૂપાણીએ જાહેરાત કરી છે કે, ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સહિત દેશભરમાં આગામી 1મે થી 11થી 44ની વયજૂથનાને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે. જોકે, ગુજરાતમાં 1 મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ તેને લઇને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા. જે બાદમાં આજે ખુદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, આવતીકાલે ગુજરાતના સ્થાપના દિવસથી 10 જીલ્લાઓમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. ગુજરાત પાસે હાલમાં 4.62 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11.80 લાખ સાથે મોખરે જ્યારે ગુજરાતનો ક્રમ 10મો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘રાજ્યમાં 95 લાખ 64 હજાર લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. રાજ્યમાં સરકારી કેન્દ્રો પર વિનામૂલ્યે રસી અપાશે. હાલમાં 7 લાખથી વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. 18 વર્ષથી ઉપરના લોકો માટે અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જીલ્લામાં આવતીકાલથી રસીકરણ

  1. કચ્છ
  2. મહેસાણા
  3. ગાંધીનગર
  4. ભરૂચ
  5. રાજકોટ
  6. જામનગર
  7. અમદાવાદ
  8. સુરત
  9. વડોદરા
  10. ભાવનગર