નિર્ણય@ગુજરાત: વર્ગ-4ના કર્મચારીને બોનસ અને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ દિવાળી પહેલા જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ,
 
નિર્ણય@ગુજરાત: વર્ગ-4ના કર્મચારીને બોનસ અને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ દિવાળી પહેલા જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-4 ના કુલ 30,960 કર્મચારીઓને લાભ મળશે. આ સિવાય નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.01/07/2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.01/07/2019 થી તા.31/12/2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નીતિન પટેલે ઉમેર્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી-કર્મચારીઓ-પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના કર્મચારીઓને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ-464 કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા4,50,59 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

વધુમાં જણાવ્‍યુ છે કે, ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂ.787કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરાશે. આ રેલ્વે લાઇનના 65 કિ.મી.ના ગેઝ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લી. ની રચના કરવામાં આવી છે. અંદાજીત રૂ. 787 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના 27.5 કિ.મી. ને આવરી લેવાશે. જેની અંદાજીત પ્રોજેક્ટ કિંમત રૂ. 375 કરોડ મંજૂર કરવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા બંને તબક્કાની પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. 787 કરોડ અને સુધારેલ શેર હોલ્ડીંગ પેટર્નમાં જી-રાઇડના 45 %, જીઆઇડીસીના 29 % અને મારૂતિ સુઝુકીના 26 % ને મંજૂરી આપવામાં આવી છે. આ નવીન પ્રોજેક્ટના નિર્માણ થકી મહેસાણા અને પાટણ જિલ્લાના યાત્રીઓને મળતી રેલ સુવિધામાં તેમજ માલસામાનના પરિવહનની સુવિધામાં પણ વધારો થશે અને આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં વધશે જેના કારણે ધંધા-રોજગારમાં પણ મોટી વૃધ્ધિ થશે.