નિર્ણય@ગુજરાતઃ ખેડૂતોને ધીરાણ પરત કરવામાં 2 મહિનાની છૂટ અપાઇ

અટલ સમાચાર, ડેસ્ક ખેડૂતો અંગ મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત
 
નિર્ણય@ગુજરાતઃ ખેડૂતોને ધીરાણ પરત કરવામાં 2 મહિનાની છૂટ અપાઇ

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂતો અંગ મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત પાસે ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરવામાં આવી છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખેડૂતો પહેલી એપ્રિલથી 31મી મે સુધી ગમે ત્યારે ધીરાણની રકમ પરત ચૂકવી શકે છે. પાકની હરરાજી બાદ જ્યારે પણ બે મહિનામાં પૈસા આવે ત્યારે ખેડૂતો ધીરાણ પરત કરી શકે છે. આ માટે તેમને બેંક તરફથી કોઈ જ નોટિસ નહીં મોકલવામાં આવે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 24.60 લાખ જેટલા ખેડૂતોને લાભ થશે. જેનાથી રાજ્ય સરકાર પર અંદાજે 160 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે.

નાયબ મુખ્યમંત્રીએ બીજી એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે હાલ આરોગ્ય ક્ષેત્ર હજારો કર્મચારીઓ કોરોના સામેની લડાઈમાં સેવા આપી રહ્યા છે. હાલ તેમની સેવાની વધારે જરૂરિયાત હોવાથી 30 કે 31મી માર્ચના રોજ જે લોકો નિવૃત્ત થઈ રહ્યા છે તેઓને બે મહિનાનું એક્સટેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ માટે વ્યક્તિગત ઓર્ડર કરવાને બદલે સરકારે સામૂહિક ઓર્ડર કર્યો છે. આથી આ લોકોની નિવૃત્તિની તારીખ હવે 31-05 ગણાશે.