નિર્ણય@ગુજરાત: ખેડૂતોને આગામી 15 એપ્રિલ સુધી સિંચાઇ માટે પાણી મળશે

અટલ સમાચાર,ગાંધીનગર કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇના પાણીને લઇ સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. નોંધનિય છે કે, સિંચાઇના પાણી માટે ધારાસભ્યોએ પણ પત્ર લખી રજૂઆત
 
નિર્ણય@ગુજરાત: ખેડૂતોને આગામી 15 એપ્રિલ સુધી સિંચાઇ માટે પાણી મળશે

અટલ સમાચાર,ગાંધીનગર

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇના પાણીને લઇ સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. નોંધનિય છે કે, સિંચાઇના પાણી માટે ધારાસભ્યોએ પણ પત્ર લખી રજૂઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇના પાણીને લઇ સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્રારા અગાઉ ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતો, ખેડૂત આગેવાનો અને ધારાસભ્યઓ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે તારીખ 5મી એપ્રિલ 2020 સુધી નર્મદાનું પાણી આપવાનો નિર્ણય અગાઉ કરાયો હતો. જોકે ફરી એકવાર ધારાસભ્યની રજૂઆતને અંતે વધુ દસ દિવસ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ ખેડૂતોની લાગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નર્મદા યોજનામાંથી અપાતું પિયતનું પાણી આગામી તારીખ 15 એપ્રિલ 2020 સુધી આપવાનો નિર્ણય કરાયો છે.