નિર્ણય@ગુજરાત: 8 ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી બંધ રાજ્યની શાળા અને કોલેજો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને શાળા અને કોલેજો ફરી શરૂ થઇ રહી છે. ત્યારે હવે રાજ્યમાં 8 ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન
 
નિર્ણય@ગુજરાત: 8 ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી બંધ રાજ્યની શાળા અને કોલેજો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને શાળા અને કોલેજો ફરી શરૂ થઇ રહી છે. ત્યારે હવે રાજ્યમાં 8 ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી 8 ફેબ્રુઆરી 2021(સોમવાર)થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન:શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે, પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

સમગ્ર માલમે શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની તિવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે. ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.11 જાન્યુઆરી-2021થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે.