નિર્ણય@ગુજરાત: હવેથી રાજ્યમાં વિદ્યાર્થીઓને ધો.5 અને 8માં નાપાસ કરી શકાશે

અટલ સમાચાર, ગાંધીનગર આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હવેથી ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે દેશની આઝાદી પછી 1968માં પ્રથમ વખત શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી વખત 1986માં બનાવવામાં
 
નિર્ણય@ગુજરાત: હવેથી રાજ્યમાં વિદ્યાર્થીઓને ધો.5 અને 8માં નાપાસ કરી શકાશે

અટલ સમાચાર, ગાંધીનગર

આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હવેથી ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે દેશની આઝાદી પછી 1968માં પ્રથમ વખત શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી વખત 1986માં બનાવવામાં આવી હતી. ત્રણ દાયકા પછી NDA સરકારે નવી શિક્ષા નીતિ બનાવવાની જાહેર કર્યા બાદ દેશમાં દરેક રાજ્યોને શિક્ષણવિદો તથા જાણકારો પાસેથી સૂચનો મંગાવ્યા હતાં.

નિર્ણય@ગુજરાત: હવેથી રાજ્યમાં વિદ્યાર્થીઓને ધો.5 અને 8માં નાપાસ કરી શકાશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હવેથી ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે. ગુજરાતમાંથી શિક્ષણ વિભાગ તરફથી બંને સચિવોને સાથે રાખીને 21મી જુલાઈના રોજ મીટિંગ કરીને શિક્ષણવિદો, પ્રિન્સિપલ્સ, નિવૃત શિક્ષકો, વાઈસ ચાન્સેલર્સ તથા શિક્ષકો સાથે આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખુદ મુખ્યમંત્રી પણ હાજર હતાં. આ પ્રકારની જ બીજી મીટિંગ પણ 10 ઓગસ્ટે થઈ હતી. જેમાં આવેલા સૂચનોને આધારે આ મુદ્દે ચર્ચા હતી. અમે દિલ્હીમાં ગુજરાત તરફથી સૂચનો રજૂ કર્યા હતાં.

નિર્ણય@ગુજરાત: હવેથી રાજ્યમાં વિદ્યાર્થીઓને ધો.5 અને 8માં નાપાસ કરી શકાશે