નિર્ણય@ગુજરાત: 20 એપ્રિલથી 33 ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ફરી ધમધમશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાતા કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસના એકપણ કેસ નોંધાયા નથી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 20 એપ્રિલથી રાજ્યની
 
નિર્ણય@ગુજરાત: 20 એપ્રિલથી 33 ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ફરી ધમધમશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાતા કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસના એકપણ કેસ નોંધાયા નથી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 20 એપ્રિલથી રાજ્યની સરકારી કચેરીઓ ફરી ધમધતી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત થતી જાણકારી અનુસાર,રૂપાણી સરકારે આગામી 20 એપ્રિલથી રાજ્યમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે તાજેતરમાં કરેલ એક જાહેરાત અનુસાર, આગામી 20 એપ્રિલથી સરકારી કચેરીઓ પણ ફરી રાબેતા મુજબ થશે. જો કે, આ અંગે વધુમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી કચેરીઓ 33 ટકા સ્ટાફ સાથે ફરી ધમધમતી થશે જો કે, બાકીના કર્મચારીઓ ઘરે બેઠાં કામ કરશે. આ સાથે રાજ્યના હોટસ્પોટ વિસ્તાર, બફર ઝોન અને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ બંધ રહેશે.

આ સાથે જ તમામ કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે આજરોજ મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં આગામી 20 એપ્રિલથી જે છૂટછાટ આપવામાં આવશે.