નિર્ણય@ગુજરાત: હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી નિષ્ફળ જતાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને વધુ એક વખત ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજીનો વિરોધ કર્યો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિકની સામે વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદમાં હાર્દિક પટેલની સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો ત્યારે હવે કોર્ટમાં વારંવાર
 
નિર્ણય@ગુજરાત: હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી નિષ્ફળ જતાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને વધુ એક વખત ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજીનો વિરોધ કર્યો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિકની સામે વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદમાં હાર્દિક પટેલની સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો ત્યારે હવે કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ સામે ગત 7મીએ રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં હાજર ન રહેતા અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે બિન જામીન વોરંટ બહાર પડતાં હાર્દિક પટેલની વિરમગામથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાહેંધરી આપી હતી કે કોર્ટમાં નિયમિત હાજરી આપશે. આ બાહેંધરીને લઇને કોર્ટે જામીન મંજૂર કર્યાં હતા. જો કે તેમ છતાં ગેરહાજર રહેતા તેની સામે વોરંટ ઇશ્યુ કર્યું હતું.