નિર્ણય@ગુજરાતઃ નુંકશાન સામે પાક વીમો સાઇડમાં, વિઘે 2હજાર આપશે સરકાર

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પકેજ જાહેર કર્યુ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. સરકાર ખેડૂતોને પાકવીમા ઉપરાંત સહાયતા કરશે. આ મામલે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલએ જણાવ્યું કે ‘ સરકારે અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી
 
નિર્ણય@ગુજરાતઃ નુંકશાન સામે પાક વીમો સાઇડમાં, વિઘે 2હજાર આપશે સરકાર

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પકેજ જાહેર કર્યુ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. સરકાર ખેડૂતોને પાકવીમા ઉપરાંત સહાયતા કરશે.

આ મામલે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલએ  જણાવ્યું કે ‘ સરકારે અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં રૂ. 13,500 અને બિન પિયતમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આજે ગુજરાત સરકારનાં કેબિનેટ સ્તરની બેઠક યોજાઇ હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા પાક વિમા ઉપરાંત 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ઉપરાંત ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી હતી કે ખેડૂતોને કોઇ પણ પ્રકારે સમસ્યા ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.