આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિક

ખાતે લર્નિંગ લાઇસન્સ કાઢી શકાશે

આરટીઓ સંદર્ભે ગુજરાત સરકારે ત્રણ મહત્વના નિર્ણય લીધા છે. જે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જે પ્રમાણે લોકોએ આજથી જ લર્નિંગ લાઇન્સ માટે આરટીઓ જવાની જરૂરી નહીં પડે. હવેથી રાજ્યની આઇટીઆઈ કચેરીઓ અને પોલિટેકનિકોમાં લર્નિંગ લાઇન્સ મળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ ચેકપોસ્ટને 20મી નવેમ્બરથી હટાવી દેવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં આરટીઓ કચેરી સંદર્ભે ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો કરવાની પણ સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે. પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, પાકા લાઇન્સ માટે બહુ ઝડપથી નવી સિસ્ટમ આવશે. આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરથી થશે. હાલની વ્યવસ્થામાં જે ખામી છે તે તેનાથી દૂર થશે.

હવેથી લર્નિંગ લાઇન્સ ITIમાં નીકળશે

મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 20 લાખથી વધારે લર્નિંગ લાઇસન્સ નીકળે છે. લર્નિંગ લાઇન્સ ફક્ત એક કોમ્પ્યુટર પરીક્ષા છે, જેમાં લાઇસન્સ મેળવવા માંગતા વ્યક્તિને ટ્રાફિકની વિવિધ સંજ્ઞાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ટેસ્ટ માટે ફક્ત કોમ્પ્યુટરની વ્યવસ્થા જરૂરી છે. આજથી રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિક ખાતે લર્નિંગ લાઇસન્સ કાઢી શકાશે. આ માટે 10 દિવસ ટ્રાયલ કરવામાં આવી હતી. આ દરમિયાન 13 હજાર લોકોએ અરજી કરી હતી, જેમાંથી સાત હજાર લોકોને લર્નિંગ લાઇસન્સ મળ્યાં હતાં. આ વ્યવસ્થાને કારણે 20 લાખ લોકોએ આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે. સરકારના કહેવા પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 1.5 કરોડ નવા વાહનો નોંધાય છે.

ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો થયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીને કહેવા પ્રમાણે ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ કોમ્પ્યુટર પરથી જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે 2010 પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં 2001 થી 2010 સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે.

રાજ્યની તમામ ચેકપોસ્ટો દૂર કરવામાં આવી

સરકારે ત્રીજો મહત્વનો નિર્ણય રાજ્યની તમામ 16 ચેકપોસ્ટોને હટાવવાનો કર્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચેકપોસ્ટો પર ઓવરલોડિંગ કે ઓવરડાઇમેન્શનની ચકાસણી થતી હતી. આ માટે સામાન્ય રીતે મોટી કંપનીઓના વાહનોએ દંડ ભરવાનો હોય છે. હવેથી તેઓ જાતે જ ઓનલાઇન અરજી કરીને દંડ ભરી શકશે. તેમના માટે આરટીઓ ખાતે ઓફલાઇન વ્યવસ્થા પણ ચાલુ રહેશે. જો આ લોકો ગુનો કરતા પકડાશે તો બે ગણો દંડ વસૂલ કરવામાં આવશે. સરકારના કહેવા પ્રમાણે રાજ્યની 16 ચેકપોસ્ટ પરથી સરકારને વર્ષે 300 કરોડની આવક થતી હતી.

સરકારની જાહેરાત પ્રમાણે ચેકપોસ્ટ દૂર કરીને વાહનોની તપાસ માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે. આ ટીમમાં કામ કરતા આરટીઓ ઇન્સ્પેક્ટરોને દંડની રકમ ઉઘરાવવા માટે ઇ-ચલણ માટેનું ડિવાઇસ આપવામાં આવશે. દંડની રકમ ફક્ત મશીનથી જ ઉઘરાવવાની રહેશે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન રોકડમાં નહીં થાય. સરકારે હાલ 350 હેન્ડ ડિવાઇસની ખરીદી કરી છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે નવા 32 ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવશે. આ વાહનોની જીપીએસથી ટ્રેક કરી શકાશે.

25 May 2020, 11:42 AM (GMT)

COVID-19 Global Stats

5,582,050 Total Cases
347,543 Death Cases
2,361,023 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code