નિર્ણય@ગુજરાતઃ લોકડાઉન વધશે કે નહીં, આવતી કાલે થશે ખુલાસો, ગૃહપ્રધાન

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસથી બચવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જો કે, મહત્વનું છે કે, આવતીકાલે એટલે કે, 14 એપ્રિલે 21 દિવસનું લોકડાઉન ખતમ થઈ રહ્યું છે. આવા સમયે લોકોમાં પણ ઉત્સુકતા છે કે, શું હજુ પણ લોકડાઉન વધશે, કે કંઈ છૂટછાટ
 
નિર્ણય@ગુજરાતઃ લોકડાઉન વધશે કે નહીં, આવતી કાલે થશે ખુલાસો, ગૃહપ્રધાન

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસથી બચવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જો કે, મહત્વનું છે કે, આવતીકાલે એટલે કે, 14 એપ્રિલે 21 દિવસનું લોકડાઉન ખતમ થઈ રહ્યું છે. આવા સમયે લોકોમાં પણ ઉત્સુકતા છે કે, શું હજુ પણ લોકડાઉન વધશે, કે કંઈ છૂટછાટ મળશે, સરકારનું નિર્ણય શું હશે ?

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં લોકડાઉન વધશે કે નહીં તેનો નિર્ણય આવતીકાલે લેવાશે તેમ જણાવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે, લોકડાઉન અંગે એકશન પ્લાન રાજ્ય સરકારે, કેન્દ્રને મોકલ્યો છે, ત્યારે આ અંગે જરૂરી વિચાર વિમર્શ કર્યા બાદ આવતી કાલે ગુજરાતમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવાશે.