નિર્ણય@ગુજરાત: રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે PSI ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધી રહેલાં કોરોના કહેર વચ્ચે PSIની પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ કોરોનાના કારણે જ સરકારી નોકરીઓ પર બ્રેક વાગ્યા બાદ કેસો ઘટતાં નવી જાહેરાત કરાઇ હતી. જોકે ફરી એકવાર રાજ્યમાં વધુ કેસો નોંધાતાં આગામી 22 એપ્રિલથી શરૂ થનારી PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અટલ સમાચાર
 
નિર્ણય@ગુજરાત: રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે PSI ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધી રહેલાં કોરોના કહેર વચ્ચે PSIની પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ કોરોનાના કારણે જ સરકારી નોકરીઓ પર બ્રેક વાગ્યા બાદ કેસો ઘટતાં નવી જાહેરાત કરાઇ હતી. જોકે ફરી એકવાર રાજ્યમાં વધુ કેસો નોંધાતાં આગામી 22 એપ્રિલથી શરૂ થનારી PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે .લોકોમાં સંક્રમણ નું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે ત્યારે આ વધતી જતા કેસને ધ્યાનમાં લઇને હાલમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટકને કારણે સ્થિતિ ચિંતાજનક છે. આ તરફ હવે PSIની પ્રેક્ટિકલ એક્ઝામ એપ્રિલ માસમાં રાખવામાં આવી હતી. પણ હવે કોરોના કેસો વધતાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, PSIની આગામી 22 એપ્રિલથી યોજાનાર પરીક્ષા મોકૂફ રખાઇ છે. આ સાથે ગુજરાત યુનિવર્સીટી દ્વારા યોજાનાર પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી રવિવારે માહિતી નિયામક વર્ગ-3 ની પરીક્ષા યોજાશે કે નહિ તે વિશે હજી સુધી કોઇ નિર્ણય સામે આવ્યો છે. જોકે હાલની વર્તમાન પરિસ્થિતિને લઇ PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ કરાઇ છે.