નિર્ણય@ગુજરાતઃ શ્રમિકો માટે ST બસોને મંજૂરી, ભાડામાં રાહત

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનને કારણે ફસાયેલા રત્નકલાકારો માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજથી નોંધણી શરૂ થતાં જ સુરત કલેક્ટર કચેરી ખાતે લોકો નોંધણી માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ સૌરાષ્ટ્ર જવા માટે હવે રાજ્ય સરકારે GSRTCની બસોનો પણ મંજૂરી આપી છે. આ પહેલા ફક્ત ખાનગી
 
નિર્ણય@ગુજરાતઃ શ્રમિકો માટે ST બસોને મંજૂરી, ભાડામાં રાહત

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનને કારણે ફસાયેલા રત્નકલાકારો માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજથી નોંધણી શરૂ થતાં જ સુરત કલેક્ટર કચેરી ખાતે લોકો નોંધણી માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ સૌરાષ્ટ્ર જવા માટે હવે રાજ્ય સરકારે GSRTCની બસોનો પણ મંજૂરી આપી છે. આ પહેલા ફક્ત ખાનગી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી બસો દોડાવવાના નિર્ણયથી લોકોને ભાડામાં રાહત મળવાની આશા છે. આ મામલે હાલ ગુજરાત સરકારના મંત્રી કિશોર કાનાણી અને અન્ય અધિકારીઓ બેઠક ચાલી રહી છે. જે બાદમાં એસટી બસોથી રત્નકલાકારોને કેવી રીતે લઈ જવામાં આવશે, આ માટે નોંધણી કેવી રીતે થશે વગેરે બાબતો સ્પષ્ટ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંગળવારે આ આંતરજિલ્લા સ્થળાંતરને મંજૂરી આપવાની જાહેરાત કરતા ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી હતી કે, હાલના તબક્કે ફક્ત ખાનગી બસોને મંજૂરી આપવામાં આવી છે. ફક્ત ખાનગી બસોને મંજૂરી આપવામાં આવ્યા બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, બીજા જ દિવસે એસટી બસોને દોડાવવાની પણ સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સુરતથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા માટે બસો દોડશે.

સૌરાષ્ટ્રમાં જવા માટે ખાનગી બસ ઓસોસિએશન તરફથી કિલોમીટર દીઠ ભાડું નક્કી કર્યું છે. જે પ્રમાણે 400 કિલોમીટર સુધી એક પ્રવાસીનું 1000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 500 કિલોમીટર સુધી 1200 અને 500થી વધારે કિલોમીટર માટે 1500 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ એસટીની બસોમાં 400 કિલોમીટર સુધીની મુસાફરી માટે 500 થી 550 રૂપિયા લેવામાં આવી શકે છે. એટલે કે એસટીની બસો શરૂ થતાં લોકોને ભાડામાં ખૂબ ફાયદો થશે.