નિર્ણય@ગુજરાત: ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીના કપરા સમયે લોકડાઉન-4 માં એસટી નિગમ દ્વારા 15 ટકા સંચાલન શરુ કરેલ હતુ. આ સમયે અન્ય મોટાભાગના કર્મચારી જે પોતાની ફરજ ઉપર એક યા બીજા કારણોસર હાજર થઈ શક્યા નહોતા તેઓની સંપુર્ણ હાજર ગણી ગેરહાજર દિવસોમાં જે-તે કર્મીઓનાં ઓફ કે પી.એચ.ભરવા નહી તેવો પરિપત્ર કરાયો છે. આ આવકારદાયી નિર્ણય માટે
 
નિર્ણય@ગુજરાત: ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીના કપરા સમયે લોકડાઉન-4 માં એસટી નિગમ દ્વારા 15 ટકા સંચાલન શરુ કરેલ હતુ. આ સમયે અન્ય મોટાભાગના કર્મચારી જે પોતાની ફરજ ઉપર એક યા બીજા કારણોસર હાજર થઈ શક્યા નહોતા તેઓની સંપુર્ણ હાજર ગણી ગેરહાજર દિવસોમાં જે-તે કર્મીઓનાં ઓફ કે પી.એચ.ભરવા નહી તેવો પરિપત્ર કરાયો છે. આ આવકારદાયી નિર્ણય માટે રાજ્ય સરકાર તેમજ સેન્ટ્રલ સંકલન સમિતિનાં આગેવાનોએ ખૂબ જ પ્રંશશનીય કાર્ય કર્યુ હોવાનુ પાલનપુર એસટી સંકલન સમિતિનાં કન્વિનર દિપકભાઈ એસ.નાયકે જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ગુજરાત: ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે

ગુજરાત એસટી માન્ય ત્રણે યુનિયનની બનેલી સંકલન સમિતિ દ્રારા છેલ્લાં ઘણાં દિવસોથી 18/05/2020 થી 31/05/2020 સુધી ની ઓફ અને હોલીડે ભરવાના વિરોધમાં સેન્ટ્રલ ઓફીસમાં વારંવાર રજુઆત કરેલ અને તે અંગે વહીવટે હૈયાધારણ પણ આપેલ કે કામદારને નુકશાન થવા દેવોમાં આવશે નહીં. આ સમયગાળામાં ઓછુ સંચાલન ચાલુ કરાયુ હોવાથી દરેક કર્મચારીને નોકરી આપી શકાય તેમ નહોતુ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં લોકડાઉન -૪ પણ અમલી હતુ. આથી સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ કર્મચારીનો પગાર કપાય નહી અને તેમને અન્યાય થાય નહી તે માટે હકારાત્મક અભિગમ અપનાવવા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ.

નિર્ણય@ગુજરાત: ST નિગમના કામદારોને મે માસનો પુરેપુરો પગાર મળશે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ બધી બાબતોને ધ્યાને લઈ એસટી નિગમે બહોળા કર્મચારીનાં હિત માં નિર્ણય કરી તે અંગેનો પરિપત્ર પણ આજ રોજ જે-તે કચેરીઓને મોકલી આપ્યો હોવાનુ જાણવા મળેલ છે. ગુજરાત એસટી નિગમની સંકલન સમિતિ કામદારોના પ્રાણપ્રશ્નો માટે સતત ચિંતિત અને પ્રયત્નશિલ રહેતી હોય છે તે આ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે.