આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તથા તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. આવામાં ગુજરાત સરકારે પણ અપીલ કરી છે કે, લોકો મદદ માટે સહકાર આપે અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદ કરે. આવામાં રાજ્યના શિક્ષકો મદદ માટે સામે આવ્યા છે. રાજ્યના શિક્ષકો તેમના એક દિવસના પગારની કુલ રૂપિયા 45.34 કરોડની રકમ મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવશે.

સમગ્ર મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શિક્ષક સમુદાયને એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવી સહાયરૂપ બનવાની સંવેદના દર્શાવવા બદલ અભિનંદન પાઠવું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code