નિર્ણય@ભારત: કુંવારી યુવતિઓ સરહદના અધિકારીની પરીક્ષા આપી શકશે, NDA અને નેવીના દ્રાર ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુપ્રિમ કોર્ટના નિર્દેશને આધારે UPSCએ અપરિણીત મહિલાઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી છે. ગત મહિને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટના વચગાળાના નિર્દેશનું પાલન કરીને UPSCએ upsconline.nic.in પર આ
 
નિર્ણય@ભારત: કુંવારી યુવતિઓ સરહદના અધિકારીની પરીક્ષા આપી શકશે, NDA અને નેવીના દ્રાર ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુપ્રિમ કોર્ટના નિર્દેશને આધારે UPSCએ અપરિણીત મહિલાઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી છે. ગત મહિને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટના વચગાળાના નિર્દેશનું પાલન કરીને UPSCએ upsconline.nic.in પર આ પરીક્ષા માટે અરજીઓ સ્વિકારવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ભારત: કુંવારી યુવતિઓ સરહદના અધિકારીની પરીક્ષા આપી શકશે, NDA અને નેવીના દ્રાર ખૂલ્યાં
File Photo

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્રારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શારીરીક માપદંડો અને મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની સંખ્યા રક્ષામંત્રાલયથી પ્રાપ્ત થયા પછી અધિકૃત રીતે યાદી જાહેર કરવામાં આવશે. UPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 24 સપ્ટેમ્બરથી લઈને 8 ઓક્ટોમ્બર સાંજ સુધી (6 વાગ્યા સુધી) મહિલા ઉમેદવારો માટે આવેદન વિન્ડો ખુલી રહેશે. કોઈપણ આવેદન નિયત અંતિમ તિથિ એટલે કે 8 ઓક્ટોમ્બર 2021 (સાંજે 6 વાગ્યા સુધી) ત્યાર પછી સ્વીકારવામાં નહી આવે. મહિલા ઉમેદવારોને આ પરીક્ષા માટે આવેદન કરવા માટે કોઈ ફી આપવાની નથી.