નિર્ણય@કચ્છ: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સરહદ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ભુજ કોરોનાકાળ વચ્ચે કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છ સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીએ પ્રતિકીલો ફેટમાં રૂ.10નો વધારો કર્યો છે. ભાવ વધારાથી પશુપાલકોને પ્રતિ લિટર રૂ.1નો વધારો કર્યો છે. નોંધનિય છે કે, માત્ર 10 વર્ષ અગાઉ શરૂ થયેલી સરહદ ડેરી જૂના સંઘો
 
નિર્ણય@કચ્છ: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સરહદ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ભુજ

કોરોનાકાળ વચ્ચે કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છ સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીએ પ્રતિકીલો ફેટમાં રૂ.10નો વધારો કર્યો છે. ભાવ વધારાથી પશુપાલકોને પ્રતિ લિટર રૂ.1નો વધારો કર્યો છે. નોંધનિય છે કે, માત્ર 10 વર્ષ અગાઉ શરૂ થયેલી સરહદ ડેરી જૂના સંઘો માટે ખરીદ ભાવ પદ્ધતિમાં સુધારો કરવા માટે પ્રેરણારૂપ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી’ કચ્છના પશુપાલકો પાસેથી દૂધની ખરીદ પદ્ધતિમાં આગામી તા. 1લી જાન્યુ.થી ફેટ અને એસ.એન.એફ. આધારિત ખરીદીમાં ગુજરાતના તમામ જિલ્લા સહકારી દૂધ સંઘોમાં પ્રથમ બન્યો છે તેમજ સદર નવા ભાવપત્રકમાં ગાયના દૂધમાં દોઢ રૂપિયાનો પ્રતિલિટર વધારો કરવામાં આવેલો છે.

સમગ્ર મામલે સરહદ ડેરી સૂત્રોનું કહેવુ છે કે, દૂધના ખરીદ ભાવો ફેટ અને S.N.F આધારિત કરવા માટે ઘણા સમયથી વિચારાધીન હતા. પરંતુ સતત ટેકનોલોજીના સુધારા અને અપગ્રેડેશનના કારણે સમસ્યાઓ આવતી હતી. જે તમામ સમસ્યાઓ સુધારી અને દૂધ સંઘ દ્વારા તમામ મંડળીઓમાં ફેટ અને S.N.F આધારિત દૂધ ચકાસણી મશીન ઇન્સ્ટોલ કરી અને તમામ સિસ્ટમ ઓનલાઇન કરી અને આગામી તારીખ 1 જાન્યુઆરીથી આ નવો ભાવ કોઠો અમલમાં આવશે. તેમજ આ નવી સિસ્ટમ અમલી બનાવવા માટે મંડળીઓના સંચાલકો દ્વારા પણ દૂધ સંઘને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

નોંધનિય છે કે, નવો ભાવ અમલી કરવામાં ડેરીની સૌપ્રથમ પ્રાથમિકતા ગાયના દૂધના ભાવો પૂરતા મળી રહે તે રહી છે. જેથી આ નવા કોઠામાં ગાયના દૂધના ભાવોમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ સાચા પશુપાલકો જે પોતાના પશુઓને નિયમિત પોષણક્ષમ આહાર આપે છે. મંડળીમાં ચોખ્ખું દૂધ ભરાવે છે તેઓને દૂધના પૂરતા ભાવો મળી રહેશે અને તમામ પશુપાલકોને સારું અને ચોખ્ખું દૂધ ભરાવવા માટે પ્રેરણારૂપ બનશે. આ સાથે મંડળીઓ અને દૂધ સંઘને પણ ઓછા એસ.એન.એફ.ના કારણે થતું નુકસાન અટકશે.