નિર્ણય@મહારાષ્ટ્ર: કોરોના સંક્રમણ વધતાં સરકાર સતર્ક, 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું હોઇ મહારાષ્ટ્રના પાંચ જીલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર સક્રિય બની કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી ઉપરાંત અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં પુર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી અમલી રહેશે. આ સાથે લગ્ન
 
નિર્ણય@મહારાષ્ટ્ર: કોરોના સંક્રમણ વધતાં સરકાર સતર્ક, 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું હોઇ મહારાષ્ટ્રના પાંચ જીલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર સક્રિય બની કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી ઉપરાંત અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં પુર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. આ પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી અમલી રહેશે. આ સાથે લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા કોલેજો બંધ રહેશે. જોકે આ દરમ્યાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોના સંક્રમણનાં 5,427 કેસ નોંધાતાં 5 જિલ્લામાં સપ્તાહનાં અંતે લોકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી છે. જેને લઇ હવે દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે. જોકે અનિવાર્ય સેવાઓને તેમાં રાહત આપવામાં આવી છે. યવતમાલ જિલ્લામાં સ્કુલોને 10 દિવસ માટે બંધ કરવામાં આવી તો લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતું આ સ્થાનો પર કોરોના સંબંધિત પ્રોટોકોલની કડકપણે પાલન કરવાનું રહેશે. કોરોના નિષ્ણાતોને અમરાવતી અને યવતમાલમાં બે નવા મ્યુટેશન મળી આવ્યા છે. જે અન્ટિબોડીને નિષ્ક્રિય કરી શકે છે.

નિર્ણય@મહારાષ્ટ્ર: કોરોના સંક્રમણ વધતાં સરકાર સતર્ક, 5 જિલ્લામાં 7 દિવસનું લોકડાઉન
જાહેરાત