નિર્ણય@મહેસાણા: પોઝીટિવ માતા-પિતા બાળકોની સારવાર માટે અસક્ષમ હોય તો અહીં મળશે પ્રવેશ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા જિલ્લામાં જે બાળકોના માતા કે પિતા કોવિડ પોઝીટીવ હોય અને બાળકની સારસંભાળ લઇ શકવામાં અસક્ષમ હોય તેવા બાળકોને બાળ સંભાળ સંસ્થામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં છોકરાઓ માટે ચિલ્ડ્રન ફોર બોયઝ, ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા મેઉ તાલુકો મહેસાણા, છોકરીઓ માટે ચાઇલ્ડ ફોર ગર્લ્સ શ્રી
 
નિર્ણય@મહેસાણા: પોઝીટિવ માતા-પિતા બાળકોની સારવાર માટે અસક્ષમ હોય તો અહીં મળશે પ્રવેશ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા જિલ્લામાં જે બાળકોના માતા કે પિતા કોવિડ પોઝીટીવ હોય અને બાળકની સારસંભાળ લઇ શકવામાં અસક્ષમ હોય તેવા બાળકોને બાળ સંભાળ સંસ્થામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં છોકરાઓ માટે ચિલ્ડ્રન ફોર બોયઝ, ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા મેઉ તાલુકો મહેસાણા, છોકરીઓ માટે ચાઇલ્ડ ફોર ગર્લ્સ શ્રી બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, ભગવતી પ્રાથમિક શાળા, અર્બુદા સોસાયટી સામે, કોલોની રોડ, પાંચ આંબા વિસ્તાર વિસનગર ખાતે તેમજ 0 થી 06 વર્ષના બાળકો માટે વિશિષ્ટ દત્તક સંસ્થા, ચિલ્ડ્રન હોમ, હનુમાન ટેકરી, સ્વસ્તિક પ્રાથમિક શાળાની સામે, પાલનપુરને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નોડલ અધિકારી તરીકે જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીને જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા કોરોના વાયરસ અન્વયે મહેસાણા જિલ્લામાં ચિલ્ડ્રન હોમને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.. આ ઉપરાંત નોડલ અધિકારની નિમણુંક કરી તેઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. બાળકની સારસંભાળ લઇ શકે તેમ ન હોય તેવા બાળકોની જરૂરી તપાસ અને ચકાસણી કરાવીને બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીની મંજુરી મેળવી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થયને હિતને ધ્યાને લઇને જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015 બાળ સંભાળ સંસ્થાઓને જાહેર કરવામાં આવેલ છે. જે જિલ્લામાં ચિલ્ડ્રન હોમ કે ફોર બોયઝ કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લસના હોય તો બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશ મુજબ પ્રવેશ આપવાનો રહેશે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં તબદીલ કરવાનો મુસાફરીનો ખર્ચ પણ સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત નોડલ ઓફિસરોએ બાળ સંભાળ ગૃહના કોરોના સંક્રમિત બાળકોના આરોગ્ય અંગે નિયમિત સંસ્થા સાથે સંકલન કરવાની જવાબદારી અપાઇ છે.