નિર્ણય@મોડાસા: કોરોનાને લઇ ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા મૌકૂફ

અટલ સમાચાર, મોડાસા કોરોનાને કારણે મોડાસામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મૌકૂફ રાખવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને લઇ દેશભરમાં નીકળનારી રથયાત્રા પર કોરોનાની અસર જોવા મળી રહી છે. મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિએ કોરોના મહામારીને પગલે છેલ્લા 37 વર્ષથી નીકળતી રથયાત્રા મૌકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઇ નગરજનોએ અને પ્રશાસન તંત્રએ રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયની સરાહના
 
નિર્ણય@મોડાસા: કોરોનાને લઇ ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા મૌકૂફ

અટલ સમાચાર, મોડાસા

કોરોનાને કારણે મોડાસામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મૌકૂફ રાખવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને લઇ દેશભરમાં નીકળનારી રથયાત્રા પર કોરોનાની અસર જોવા મળી રહી છે. મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિએ કોરોના મહામારીને પગલે છેલ્લા 37 વર્ષથી નીકળતી રથયાત્રા મૌકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઇ નગરજનોએ અને પ્રશાસન તંત્રએ રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયની સરાહના કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@મોડાસા: કોરોનાને લઇ ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા મૌકૂફ

અરવલ્લી જીલ્લાના મોડાસામાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાને કારણે મૌકૂફ રાખવામાં આવી છે. મોડાસા શહેરમાં સતત 37 વર્ષથી ભગવાન બાલકદાસજીના નિજમંદિરેથી નીકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રામાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતાપૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે આ વર્ષે મોડાસા શહેર સહિત જીલ્લામાં કોરોનાનો ચેપ ભયાનક બનતો હોઇ અષાઢી બીજે નીકળનારી 38 મી રથયાત્રા અંગે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા સ્થગિત કરવામાં આવી છે .

નિર્ણય@મોડાસા: કોરોનાને લઇ ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા મૌકૂફ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જીલ્લામાં 125 અને મોડાસા શહેરમાં 41 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય વચ્ચે મોડાસા શહેરમાં સતત 37 વર્ષથી નીકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રા મૌકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે સમિતિના સદસ્યોએ જીલ્લા કલેક્ટર અને ટાઉન પોલીસને આ અંગે લેખિતમાં જાણ કરી હતી. રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયને શહેરીજનો અને વહીવટી તંત્રએ આવકાર્યો હતો.