નિર્ણય@મોડાસા: 6 સોસાયટી સહિત 3 ગામનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લામાં એક સાથે 19 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જીલ્લામાં સૌથી વધુ કેસ મોડાસા તાલુકામાં આવ્યા હોવાનું સામે આવે છે. મોડાસા તાલુકામાં 12 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે તરકવાળા અને ટીંટોઇમાં પણ પોઝિટીવ નોંધવામાં આવ્યા છે. આ તરફ મોડાસાની 6 સોસાયટીઓ સહિત 3 ગામોનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
 
નિર્ણય@મોડાસા: 6 સોસાયટી સહિત 3 ગામનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લામાં એક સાથે 19 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જીલ્લામાં સૌથી વધુ કેસ મોડાસા તાલુકામાં આવ્યા હોવાનું સામે આવે છે. મોડાસા તાલુકામાં 12 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે તરકવાળા અને ટીંટોઇમાં પણ પોઝિટીવ નોંધવામાં આવ્યા છે. આ તરફ મોડાસાની 6 સોસાયટીઓ સહિત 3 ગામોનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 66 થઇ ગઇ છે. અરવલ્લીના મોડાસામાં, તરકવાળા અને ટીંટોઈમાં કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. મોડાસામાં હીબાયત અમનપાર્ક, ગરીબ નવાજ, રાહનુમા સોસાયટી, સમાં સોસાયટી ,અંજુમન સોસાયટી, ઘાંચી આરોગ્ય મંડળ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ ઉપરાંત ઢાંખરોલ અને ટીંટીસર અને તરકવાડા વિસ્તારને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.