નિર્ણય@ઉત્તર ગુજરાત: 15 માર્ચથી ખેડૂતોને નહી મળે સિંચાઈ માટે પાણી

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. એક બાજુ જ્યાં કુદરતનો કમોસમી વરસાદને લઇને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવી રહેલું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ખેડૂતોના માથે જાણે પડતા પર પાટુ જેવા હાલ થઇ રહ્યાં છે. દિવેલા જેવા
 
નિર્ણય@ઉત્તર ગુજરાત: 15 માર્ચથી ખેડૂતોને નહી મળે સિંચાઈ માટે પાણી

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. એક બાજુ જ્યાં કુદરતનો કમોસમી વરસાદને લઇને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવી રહેલું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ખેડૂતોના માથે જાણે પડતા પર પાટુ જેવા હાલ થઇ રહ્યાં છે. દિવેલા જેવા પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે તેવા સમયે સિંચાઈના પાણીને બંધ કરવાનો નિર્ણય થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકાર દ્વારા નર્મદા કેનાલમાંથી આપવામાં આવી રહેલું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને આપવામાં આવી રહેલું સિંચાઇ માટેનું પાણી આગામ 15 માર્ચથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને 15 માર્ચથી સિંચાઈ માટે પાણી ન આપવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા ખેડૂતોને આપવામાં આવતુ સિંચાઈનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવે છે.