નિર્ણય@અધિકારી: ઉ.ગુના 5 મામલતદારની બદલી, સામે એક જ જગ્યા ભરાઇ

અટલ સમાચાર, મહેસાણા રાજય સરકારે જુનિયર સ્કેલના 38 મામલતદારની એકસાથે બદલી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ મામલતદારનો પણ સમાવેશ થયો છે. આ પાંચ પૈકી એક પાટણ જયારે અન્ય ચાર ઉત્તર ગુજરાતમાંથી અન્ય જીલ્લામાં ગયા છે. આ સાથે ગાંધીનગર જીલ્લાના બે મહિલા મામલતદાર સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં આવ્યા છે. બદલી પૈકીના એક મામલતદાર ઉત્તર ગુજરાતમાં
 
નિર્ણય@અધિકારી: ઉ.ગુના 5 મામલતદારની બદલી, સામે એક જ જગ્યા ભરાઇ

અટલ સમાચાર, મહેસાણા

રાજય સરકારે જુનિયર સ્કેલના 38 મામલતદારની એકસાથે બદલી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ મામલતદારનો પણ સમાવેશ થયો છે. આ પાંચ પૈકી એક પાટણ જયારે અન્ય ચાર ઉત્તર ગુજરાતમાંથી અન્ય જીલ્લામાં ગયા છે. આ સાથે ગાંધીનગર જીલ્લાના બે મહિલા મામલતદાર સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં આવ્યા છે. બદલી પૈકીના એક મામલતદાર ઉત્તર ગુજરાતમાં જ રહ્યા છે.

નિર્ણય@અધિકારી: ઉ.ગુના 5 મામલતદારની બદલી, સામે એક જ જગ્યા ભરાઇ

રાજયના સામાન્ય વહીવટ વિભાગ ઘ્વારા મામલતદારોની બદલીનો નિર્ણય લેવાયો છે. જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાંચ મામલતદારની બદલી થઇ છે. જેમાં મહેસાણા જીલ્લાના અધિકારીને બાદ કરતા અન્ય ત્રણ મામલતદાર દાહોદ અને દેવભુમિ દ્વારકા જીલ્લામાં મુકાયા છે. આ સાથે ગાંધીનગર જીલ્લા વહીવટી તંત્રના મૃણાલદેવી ગોહિલને પાટણ જયારે મિતાબેન ડોડીયાને પોશીના તાલુકા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

નિર્ણય@અધિકારી: ઉ.ગુના 5 મામલતદારની બદલી, સામે એક જ જગ્યા ભરાઇ

કોની બદલી કયાં થઇ ?

સંકેત. ડી પટેલ                 પાટણથી દેવગઢ બારીયા(દાહોદ)
આનંદકુમાનર આર. ઉકાણી   મહેસાણાથી ચાણસ્મા(પાટણ)
વિરેન્દ્ર એસ. દેસાઇ             સાબરકાંઠાથી વડાલી (સાબરકાંઠા)
મહેન્દ્ર એમ. દેસાઇ             બનાસકાંઠાથી ધનપુર(દાહોદ)
હાર્દિક એન.મહેતા              અરવલ્લી થી કલ્યાણપુર(દેવભુમિ દ્વારકા)