નિર્ણય@પાલનપુર: કોરોના કેસો વધતાં સંક્રમણ રોકવા આવતીકાલથી 5 દિવસ જનતા કર્ફ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં કોરોના કેસોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ હવે અન્ય શહેરોની જેમ પાલનપુરમાં પણ વેપારીઓ દ્રારા સંક્રમણની ચેન તોડવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલથી સળંગ પાંચ દિવસ સુધી પાલનપુર શહેરમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યુ છે. જેને લઇ ઠેર-ઠેર વેપારી
 
નિર્ણય@પાલનપુર: કોરોના કેસો વધતાં સંક્રમણ રોકવા આવતીકાલથી 5 દિવસ જનતા કર્ફ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં કોરોના કેસોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ હવે અન્ય શહેરોની જેમ પાલનપુરમાં પણ વેપારીઓ દ્રારા સંક્રમણની ચેન તોડવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલથી સળંગ પાંચ દિવસ સુધી પાલનપુર શહેરમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યુ છે. જેને લઇ ઠેર-ઠેર વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવતીકાલથી 5 દિવસના જનતા કર્ફ્યુનો નિર્ણય કરાયો છે. નોંધનિય છે કે, પાલનપુર જિલ્લા કોરોનાની ભયાવહ વચ્ચે બુધવારે વધુ 227 કેસ નોંધાયા હતા. આ તરફ હવે પાલનપુર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા અનોખું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે. જનતાને સહયોગ આપવા વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.